ગુજરાતમાં કોરોના મહામારીને ગઇકાલે શુક્રવારે 14 મહિના પૂર્ણ થયા. આ 14 મહિના દરમ્યાન 2021નો એપ્રિલ માસ સૌથી ઘાતક પૂરવાર થયો છે. એપ્રિલ મહિનામાં રાજયમાં 2,60,000 કેસો નોંધાયા છે. અને આ મહિના દરમ્યાન 2600 મૃત્યુ સરકારે જાહેર કર્યા છે. 14 મહિનાની કોરોના મહામારી દરમ્યાન 46% કેસ અને 37% મૃત્યુ એપ્રિલ 2021 દરમ્યાન નોંધાયા છે. માર્ચ 2020 થી એપ્રિલ 2021 દરમ્યાન ગુજરાતમાં 5.67 લાખ કેસ નોંધાયા છે.અને 7183 મૃત્યુ નોંધાયા છે. 2021ના માર્ચના મધ્યથી ગુજરાતમાં દરરોજ ચાર આંકડામાં કેસો નોંધાઇ રહ્યા છે. એપ્રિલ મહિનામાં 26 વખત 24 કલાકના દૈનિક સૌથી વધુ કેસો નોંધાયા છે. એપ્રિલની 18મીએ ગુજરાતમાં પ્રથમ વખત દૈનિક 10 હજારથી વધુ કેસ નોંધાયા પછી આજની તારીએ આ સીલસીલો ચાલુ છે.
ગુજરાતમાં આજે 80,000 કરતાં વધુ કોરોનાબેડ છે અને દૈનિક 1,000 મેટ્રિક ટન ઓકિસજનની જરૂરીયાત છે. રાજયના નાના શહેરોમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે.