દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે. સતત વધી રહેલાં કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઇ ગઇ છે કે, દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહયા છે. તેવામાં કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઇ રહયા છે. જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.29 લાખ નવા કેસ નોંધાયા છે.
સાથે છેલ્લા 24 લાકમાં 3876 લોકોના મોત નિપજયા છે. દેશમાં કોરોનાથ કુલ મૃત્યુઆંક ર,50,025 થયો છે. છેલ્લા 24 કલામાં નવા 3.29 લાખ નવા કેસ નોંધાય છે. કુલ કેસની સંખ્યા 2,29, 91,927 થઇ છે. એકિટવ સંખ્યા પણ 3,71, 10,89એ પહોંચી છે. છેલ્લા 24 કલાકાં 3,55,745 દર્દીઓ રિકવર કરાયા છે. આ સાથે કુલ 1,90,21,207 લોકોએ કોરોનાને મહાત આપી છે.
દેશમાં કોરોનાના કેસ ઘટયા, પણ ખતરો યથાવત્
24 કલાકમાં નવા 3.29 લાખ કેસ નોંધાયા સામે 3.55 લાખ દર્દીઓ સાજા થયાં