દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે તો સ્વસ્થ થનારની સંખ્યા વધી રહી છે. પરંતુ ચિંતાજનક વાતએ છે કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.59 લાખ કેસ નોંધાયા છે. જયારે 4209 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.ગુરુવારના આંકડાઓ મુજબ 2.76 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551કેસ નોંધાયા છે જયારે 4209 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2,60,31,991 પર પહોંચી ગઈ છે. જો કે એક દિવસમાં 3,57,295 દર્દીઓ રિકવર પણ થયા છે. દેશમાં કુલ 2,27,12,735 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને હરાવ્યો છે. હાલ દેશમાં 30,27,925 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,18,79,503 લોકોને રસી આપવામાં આપવામાં આવી છે.
જો કે દેશમાં પહેલા કરતા કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે, જેના કારણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 1 લાખથી વધુ ઘટી છે અને હવે દેશમાં કોરોનાના 30.27 લાખ એક્ટિવ કેસ છે.