કોરોના મહામારીએ પોતાની સાથે અનેક લોકોની રોજીરોટી પણ છીનવી લીધી છે. લોકોના જીવ તો ગયા પણ અમુક લોકો જીવતા હોવા છતાં બધું જ ખોઈ બેઠા છે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.આવી જ એક સ્ટોરી છે કેમરાપર્સન સુચીસ્મિતાની. તેણી કોરોના પહેલા અમિતાભ બચ્ચન, વરુન ધવન, રણબીરસિંહ,અલીયા ભટ્ટ જેવા સુપર સ્ટાર સાથે કામ કરી ચુકી છે. પરંતુ લોકડાઉને તેનો આ વ્યવસાય છીનવી લીધો. અને હાલ તેણી મોમોઝ વહેચીને પોતાનો જીવનનિર્વાહ કરી રહી છે.
સુચીસ્મિતા ઓડીશામાં મોમોઝ વહેચીને રોજેના 300-400 રૂપિયાની કમાણી કરી રહી છે. જયારે કોરોના પહેલા તેણી મોટી મોટીફિલ્મોમાં કેમરાગર્લનું કામ કરતી હતી. એક ઇન્ટરવ્યુમાં જણાવ્યા અનુસાર તેણી પોતાનું ભણતર પૂરું કરીને 2015માં મુંબઈ આવી હતી અને તેણીને બોલીવુડમાંધીમે ધીમે કામ મળ્યું. 6વર્ષ સુધી આસીસ્ટન્ટ કેમેરા પર્સન તરીકે કામ કર્યું. પરંતુ બાદમાં આવી કોરોના વાયરસની મહામારી અને બધું જ બદલાઈ ગયું.
હાલ સુચીસ્મિતા પોતાની માતા સાથે ઓડીશાના કટકમાં તેની માતા સાથે રહે છે. પીતા ન હોવાથી ઘરમાં કામ કરનાર તેણી એક જ છે. અને તેવામાં તેની પાસે મોમોઝ વહેચવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન સમયે તેણી પાસે ઘરે જવાના પણ પૈસા ન હોતા અમિતાભબચ્ચન અને સલમાનખાને તેની ટીમની મદદ કરી હતી. બાદમાં તેણીએ બોલીવુડમાં જવાની કોશિશ કરી પરંતુ કામ ન મળતા મોમોઝ વહેચવા મજબુર બની છે.