Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરેપ પીડિતાના માતા-પિતાનો ફોટો શેર કરીને વિવાદમાં આવેલ રાહુલ ગાંધીનું ટ્વીટ હટાવાયુ

રેપ પીડિતાના માતા-પિતાનો ફોટો શેર કરીને વિવાદમાં આવેલ રાહુલ ગાંધીનું ટ્વીટ હટાવાયુ

- Advertisement -

દિલ્હીમાં રેપ અને હત્યા મામલે પીડિતાના માતા-પિતા સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. બાદમાં ટ્વીટરમાં પીડિતાના પરિવાર સાથે તેણે ફોરો શેર કર્યો હતો. જેમાં નાબાલિક પીડિતાની ઓળખનો ખુલાસો થયો હોવાના લીધે રાહુલ ગાંધી વિવાદમાં આવ્યા હતા. અને હવે ટ્વીટરે રાહુલ ગાંધીનું ટ્વીટ હટાવ્યું છે.

- Advertisement -

દિલ્હીના એક વકીલે દિલ્હી પોલીસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નાંગલ રેપ પીડિતની ઓળખ કથિત રૂપથી ખુલાસો કરવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સાંસદે પોતાના ટ્વીટર હેન્ડલથી પીડિતના પિતા અને માતા સાથે પોતાની ફોટો શેર કર્યો, જેમાં પીડિતાની ઓળખનો ખુલાસો થયો. માટે પોલીસને રાહુલ ગાંધી વિરુદ્ધ સંબંધિત ધારાઓ હેઠળ FIR નોંધાવવા અને સખત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.

આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વીટરને નોટિસ જારી કરી રાહુલ ગાંધીએ કરેલ ટ્વીટ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને ટ્વીટરે તેનું ટ્વીટ હટાવ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular