Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં વડાપ્રધાનની જાહેર સભા સંદર્ભે નાગરિક વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમ શરૂ

દ્વારકામાં વડાપ્રધાનની જાહેર સભા સંદર્ભે નાગરિક વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમ શરૂ

આગામી રવિવારે વડાપ્રધાન મોદીની દ્વારકામાં યોજાયેલી જાહેરસભા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સભાના મુલાકાતીઓ- જનતા માટે વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે બહારના જિલ્લાઓમાંથી અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્થાનિક જિલ્લા તંત્રના અધિકારીઓ વિવિધ કામગીરી કરી રહ્યા છે.

- Advertisement -

દ્વારકા ખાતેની સભામાં આવનારા લોકોના વાહનોના પાર્કિંગ તેમજ વાહનોનો ટ્રાફિક ન થાય તે માટે જ્યાંથી વાહન ઉપાડે અને અહીં પહોંચે ત્યાં સુધીનું લાયઝનીંગ અન્ય જિલ્લાના રુટ લાઇઝન ઓફિસર ને ત્યાંથી નીકળીને સભા સ્થળ સુધી પહોંચી વાહન પાર્ક થાય અને બેઠક વ્યવસ્થા ગ્રહણ કરે તે સુધીની માહિતીની આપ-લે અને નાગરિક સંપર્ક વ્યવસ્થા સમિતિ સુધી તમામ માહિતી મળી રહે તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે આ વ્યવસ્થામાં જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓને વ્યવસ્થા માટે ઉપયોગી બની રહેશે. તાલુકા મામલતદાર કચેરી દ્વારકા કંટ્રોલ રૂમ સંપર્ક 02892-299113 રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular