જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર શહેરના લાલબંગલા સર્કલ પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ તકે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, પ્રદેશ આગેવાન ભીખુભાઇ વારોતરીયા ઉપરાંત પૂર્વસાંસદ વિક્રમભાઇ માડમ તેમજ કોંગ્રેસ અગ્રણી આનંદ રાઠોડ, સાઝિદ બ્લોચ, પાર્થ પટેલ, મનોજ ચોવટીયા, આનંદ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.