Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકોંગ્રેસ દ્વારા એસઆઇઆરમાં BLOની કામગીરી મુદ્દે આવેદનપત્ર પાઠવાયું - VIDEO

કોંગ્રેસ દ્વારા એસઆઇઆરમાં BLOની કામગીરી મુદ્દે આવેદનપત્ર પાઠવાયું – VIDEO

સ્લમ વિસ્તારમાં બીએલઓની સાથે સહાયકોની નિમણુક કરવા માંગ

એસઆઇઆર દ્વારા મતદાર યાદીમાં ગણતરી ફોર્મ ચકાસવા BLO દ્વારા બેદરકારી અંગે જામનગર શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારતના ચુંટણીપંચ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવેલ છે કે BLO દ્વારા ઘરે ઘરે જઇને પહેલા તબકકામાં ફોર્મ વિતરણ કરવામાં આવશે. બીજા તબકકામાં આ ફોર્મમાં મતદારોની વિગત ભરવાની કામગીરી કરવામાં આવશે. અને શનિવાર અને રવિવારે મતદાન મથક પર જે વિસ્તારના બીએલઓને કામગીરી સોપવામાં આવી છે તે કરવાની રહેશે. વિસ્તાર વાઇઝ કોંગ્રેસના કાર્યકરો સતત આ કામગીરી ચાલુ થઇ ત્યારથી બીએલઓના સંપર્કમાં વિસ્તાર વાઇઝ હોય છે તથા ઝોનલ ઓફીસનો પણ સંપર્ક કરવામાં આવે છે. તા.7ના કોંગ્રેસ દ્વારા બીએલઓની કામગીરી અંગે રજૂઆત કરાઇ હતી. બીએલઓએ જે કામગીરી કરવી જોઇએ તે વિસ્તાર વાઇઝ ખાસ કરીને સ્લમ વિસ્તાર છે તે વિસ્તારમાં સંપૂર્ણપણે કામગીરી કરવામાં આવતી નથી.

- Advertisement -

વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા દરેક બુથ ઉપર જઇને BLOની મુલાકાત લીધી ત્યારે તેમને જે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતાં તે ફોર્મ કાગળ ઉપર વિતરણ થઇ ગયા છે પણ વિતરણ થયેલા ફોર્મ ઓનલાઇન ચડાવવાની કામગીરી અત્યંત ખરાબ છે. સ્લમ વિસ્તાર છે તે વિસ્તારમાં માત્ર એક બીએલઓથી કામગીરી ચાલે નહીં એમાં સહાયકોની નિમણુક તાત્કાલીક કરવામાં આવે આ અંગે રજૂઆત કરાઇ હતી.
આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગર પાલિકા વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનમબેન ખફી, રચનાબેન નંદાણીયા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular