Monday, April 6, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

કુલ 18 ઉમેદવારો જાહેર કરાયા

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

તા.26 એપ્રિલના રોજ યોજાનાર જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચુંટણીની તૈયારી અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં વોર્ડ નં.2 માટે મહિપાલસિંહ અશોકસિંહ જાડેજા, વોર્ડ નં.3 માટે ભાવેશભાઇ બાબુભાઇ પરમાર તથા ભારદ્વાજ વિપુલભાઇ મહેતા, વોર્ડ નં.4માં કવિતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન નંદાણીયા, જાડેજા હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ, વોર્ડ નં.5માં જીતુદાન પ્રતાપદાન ગઢવી, વોર્ડ નં.12માં સારા એસ. મકવાણા, અસલમભાઇ મહમદહુશેન શોરા, વોર્ડ નં.13માં સબાનાબેન અસલમભાઇ દરજાદા, ધવલભાઇ સુરેશભાઇ નંદા, વોર્ડ નં.15માં મરીયમબેન કાસમભાઇ સુમરા, મનોજભાઇ પરબતભાઇ ચોવટીયા, આનંદ રામજીભાઇ રાઠોડ, વોર્ડ નં.16માં ક્રિષ્નાબેન જયેશભાઇ દોમડીયા, મીતલબેન રાજીવભાઇ વાઘેલા, હસન વલીમામદ ખફી, અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular