Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરવધતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની જનચેતના રેલી

વધતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની જનચેતના રેલી

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા

- Advertisement -

જામનગરમાં આજરોજ વધતી જતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની ઉપસ્થિતિમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ ઉંટગાડી તથા બાઇક સહિતના વાહનો મારફત શહેરમાં રેલી યોજી સરકાર વિરોધી પ્રદર્શન કર્યું હતું અને કોરોના સમયે સરકારની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યાં હતાં.
દેશમાં મોંઘવારી સતત વધતી જાય છે. કોરોના મહામારી વચ્ચે વધતી મોંઘવારીને કારણે પ્રજા પરેશાનીઓનો સામનો કરતી હોય લોકોની સમસ્યાને વાંચા આ આપવા જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજરોજ જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોનાકાળમાં સરકારની ઢિલી નીતિના આક્ષેપ કર્યા હતા અને કોરોનાકાળમાં સરકાર નિષ્ફળ ગઇ હોવાનું જણાવી સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યાં હતાં અને રેલી પૂર્વે કોંગ્રેસના કાર્યક્રરોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જિવણભાઇ કુંભારવડીયા, કર્ણદેવસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી, ડો.તોસીફખાન પઠાણ, સહારાબેન મકવાણા, રચનાબેન નંદાણીયા, જેનમબેન ખફી, નુરૂમામદ ખફી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular