Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસના નેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા

કોંગ્રેસના નેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા

- Advertisement -

એમપી/એમએલએ કોર્ટે બોલિવુડ અભિનેતા અને કોંગ્રેસી નેતા રાજ બબ્બરને વર્ષ 1996ની એક ચૂંટણી દરમિયાન મતદાન અધિકારી સાથે મારપીટ કરવાના આરોપસર દોષી ઠેરવ્યા છે. આ સાથે જ રાજ બબ્બરને 2 વર્ષની કેદની સજા પણ સંભળાવવામાં આવી છે. ધારાસભ્યો અને સાંસદોની કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ અમ્બરીષ કુમાર શ્રીવાસ્તવે સરકારી કામમાં અડચણરૂપ બનવાના તથા મારપીટના આરોપસર રાજ બબ્બરને 2 વર્ષનો કારાવાસ અને 6,500 રૂપિયાના દંડની સજા સંભળાવી છે. સુનાવણી દરમિયાન રાજ બબ્બર પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેસમાં રાજ બબ્બરની સાથે આરોપી રહેલા અરવિંદ સિંહ યાદવનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હતું.

- Advertisement -

લખનૌ કોર્ટે નિર્ણય સામે અરજી દાખલ કરવાનો અવસર આપીને રાજ બબ્બરને વચગાળાના જામીન પર મુક્ત કરી દીધા છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસી નેતા આ નિર્ણય સામે ઉપરી કોર્ટમાં અપીલ કરશે. રાજ બબ્બર 1996ના વર્ષમાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા. તેઓ સપા માટે લોકસભાના ઉમેદવાર હતા અને અટલ બિહારી વાજપેયી સામે ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે પોલિંગ બૂથના અધિકારી સાથે વિવાદ થયો હતો અને મારપીટ થઈ ગઈ હતી. મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણાએ બીજી મે 1996ના રોજ રાજ બબ્બર તથા અરવિંદ સિંહ યાદવ ઉપરાંત અજ્ઞાત લોકો સામે એફઆઈઆર દાખલ કરાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular