જામનગર બ્રાંચ ઓફ WIRC APJA ICAI તથા જામનગર બ્રાંચ ઓફ WICASA દ્વારા ધીરૂભાઇ અંબાણી વાણિજ્ય ભવન (જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)માં તા. 15 અને 16 જુલાઇના રોજ સીએના વિદ્યાર્થીઓ માટે બે દિવસની કોન્ફરન્સ રાખેલી છે. તા. 15ના રોજ સવારે 10 કલાકે ઉદ્ઘાટન સત્ર રાખેલ છે.
આ કાર્યક્રમમાં દિલ્હીથી ICAI ના બોર્ડ ઓફ સ્ટડિઝ એકેડમિકના ચેરમેન અને કોન્ફરન્સ ડાયરેકટર સીએ વિશાલ દોશી તથા એસએસઇબી બીઓએસ ઓપરસંના ચેરમેન સીએ મંગેશ કિનરે ઉદ્ઘાટન સમયે વક્તવ્ય આપશે અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કોન્ફરન્સમાં મુંબઇ, બેંગ્લોર, અમદાવાદ, રાજકોટ અને જામનગરના વક્તાઓ તથા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયો પર પોતાનું વક્તવ્ય આપશે.
આ કાર્યક્રમની સફળતા માટે જામનગર બ્રાંચના ચેરમેન સીએ પ્રતિક ચાંદ્રા, વા.ચેરમેન સીએ પ્રિતેશ મહેતા, સેક્રેટરી સીએ હરદીપસિંહ, ખજાનચી સીએ દયદીપ રાયમગિયા અને જામનગર બ્રાંચ ઓફ WICASA ના ચેરમેન સીએ મહમદ સફી કુરેશી અને ઇમિડીએટ પાસ્ટ ચેરપર્સન સીએ દિપા ગોસ્વામી તથા પૂર્વચેરમેનો તથા જામનગરના સીએના સભ્યો તથા WICASA કમિટીના સભ્યો અને વિદ્યાર્થીઓ સભ્યો સતત પ્રયત્નો કરી રહ્યાંનું જામનગર બ્રાંચ ઓફ ડબલ્યુઆઇઆરસીઓફઆઇ સીએઆઇ ચેરમેન સીએ પ્રતિક ચાંદ્રાની યાદીમાં જણાવાયું છે.