Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને વખોડી કાઢતા જિ. પં. પ્રમુખ

કૃષિમંત્રી વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને વખોડી કાઢતા જિ. પં. પ્રમુખ

સોશિયલ મીડિયા પર કૃષિમંત્રીની નિષકલંક કારકિર્દીને ટાર્ગેટ બનાવતા હોવાનું જણાવી આવા લોકો સામે રોષ વ્યક્ત કર્યો

- Advertisement -

જામનગરમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડીયામાં રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ વિરોધી સંદેશાઓ ફરી રહ્યાં છે. કેટલાંક લોકો દ્વારા આર.સી. ફળદુને ટાર્ગેટ કરીને સોશ્યલ મીડીયામાં કૃષિમંત્રી વિરોધની પાયા વગરની વાતો કરવામાં આવી રહી છે. આ અંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખએ આ ઘટનાને વખોડી કાઢી રોષ વ્યક્ત કર્યો છે. કૃષિમંત્રી કોરોના મહામારીમાં પણ સતત ખડેપગે રહી વાહન વ્યવહાર જેવા અગત્યના વિભાગો સંભાળવાની સાથે કેબિનેટ મંત્રી હોવાના નાતે સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરી રહ્યાં છે. તેમ છતાં કેટલાંક લોકો દ્વારા તેમની કારકિર્દીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રવૃત્તિને જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ વખોડી આ વાત લોકો સામે રોષ વ્યક્ત કર્યો છે.

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાએ જણાવ્યું છે કે, 79-જામનગર વિધાનસભામાંથી ચૂંટાયેલા અને રાજ્યના કૃષિમંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન ધરાવતા આર.સી. ફળદુની સંપૂર્ણ રાજકીય કારકિર્દી ડાઘ વગરની નિષ્કલંક રહી છે અને હંમેશા તેઓ પાર્ટીલાઇનમાં ચાલ્યા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી ચૂકયા છે અને એમની નિષ્ઠાપ્રત્યે કોઇ સંદેહ નથી એવા સંજોગોમાં સોશિયલ મીડીયા મારફત એમની કારકિર્દીને જફા પહોંચાડવાના પ્રયત્નો થઇ રહ્યાં છે એ બાબત અત્યંત ખેદજનક છે તેમ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ આક્રોશ સાથે જણાવ્યું છે અને કહ્યું છે કે, સૂર્યની સામે જો કોઇ થુંકવાની કોશિષ કરે તો તેના પોતાના ઉપર જ થુંક ઉડે છે એવું કંઇક થઇ રહ્યું છે.

એમણે કહ્યું છે કે, મુળ જામનગર જિલ્લા કાલાવડ તાલુકાના વતની અને રાજ્ય સરકારમાં મોભાદાર સ્થાન ધરાવતા આર.સી. ફળદુને ટાર્ગેટ કરીને સોશિયલ મીડીયા તેમજ અન્ય મીડીયા મારફત અમુક પાયાવગરની વિગતો પ્રસિધ્ધ કરવામાં આવી રહી છે. જે સત્યથી વેગળી છે. વાસ્તવમાં આર.સી. ફળદુ, ભાજપના એક એવા વરિષ્ઠ આગેવાન છે જે વર્ષોથી સક્રિય રહ્યાં છે. એમની કારકિર્દી ડાઘ વિનાની રહી છે અને એમની કાર્યપધ્ધતિ એવી છે કે, તેઓ કામ વધુ કરે છે અને દેખાડો ઓછો કરે છે.

જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા બાદ કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય તરીકે સેવા બજાવો અને ગ્રામ્યની જનતા માટે હંમેશા સક્રિય ભૂમિકા ભજવી એમની ઘીર ગંભીર કાર્યશૈલીના કારણે જ અને નિર્ણય લેવાની શક્તિના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સતત બે ટર્મ સુધી સોંપવામાં આવી અને તેમાં પણ આર.સી. ફળદુએ સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી. એમના આ કાર્યકાળ દરમિયાન લોકસભા-વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો.
આ રીતે તેઓ સંગઠન પાંખના પણ મહારથિ સાબિત થયા હતાં અને આ સફળતા એટલા માટે જ મળી હતી કારણ કે, એમની કાર્યશૈલી હંમેશા બધાને સાથે લઇને ચાલવાની રહી છે. તો બીજી તરફ ખેડૂતો ગ્રામ્ય પ્રજા અને શહેરી વિસ્તારના લોકો માટે એમણે જેટલા કાર્યો કર્યા છે તેનું ક્યારેય ઢોલપીટીને એલાન કર્યું નથી. પરંતુ શાંતિપૂર્વક લોકકાર્યો કર્યા છે અને આ જ એમની પધ્ધતિ રહી છે.

હાલમાં પણ તેઓ કૃષિ મંત્રી તરીકે તેમજ વાહન વ્યવહાર જેવા અગત્યના વિભાગો સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. કેબિનેટમંત્રી હોવાના કારણે સમગ્ર રાજ્યમાં સતત પ્રવાસ કરી રહ્યા છે અને હાલની કોરોનાની વર્તમાન મહામારીમાં તેઓ એક દિવસ પણ બેઠા નથી અને સતતને સતત કાર્યરત રહ્યા છે. ઓકિસજનની વાત હોય રેમડેસિવીર ઈન્જેકશનનો પ્રશ્ર્ન હોય, ટોસિલીઝુમેબની વાત હોય કે વેન્ટિલેટરની વાત હોય તમામ પ્રશ્ર્નોમાં એમણે ઉંડાણપુર્વક ઉતરોને વર્તમાન મહામારીમાં લોકોને બચાવવાનો અથાગ પ્રયત્નો કર્યા છે એ બાબત તમામ લોકો જાણે છે.

જ્યારથી કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી જ આજ દિવસ સુધી એમણે માત્ર જામનગર જ નહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતની સમગ્ર જનતા માટે પોતાનાથી થાય એટલાં તમામ પ્રયત્નો કરીને રાજ્ય સરકાર પાસેથી મહામારી સામે લડવા જરૂરી ઓકિસજન, દવા, વેન્ટીલેટર, વેકિસન મેળવ્યા છે. હા એ વાત અલગ છે કે, આર સી ભાઈ જે કાર્ય કરે છે. તેનું પ્રદર્શન કરતાં નથી અને શાંતિપૂર્વક કાર્યો કરે છે. આમ છતાં સોશિયલ મીડિયા પર એમની નિષ્ઠલંક કારકિર્દીને ટાર્ગેટ બનાવીને ચોકકસ તત્વો દ્વારા જે સંદેશાઓ વહેતા કરવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં એવા તત્વો સામે રોષ ફેલાયો છે અને આર સી ફળદુની કાર્યપધ્ધતિને સમજતા જાણતા લોકોએ હલકી માનસિક વૃતિ ધરાવતા લોકોની આવી પ્રવૃતિને વખોડી કાઢી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular