Monday, December 23, 2024
Homeરાજ્યધ્રોલમાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં આજથી કોવિડ સેન્ટરનો પ્રારંભ

ધ્રોલમાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં આજથી કોવિડ સેન્ટરનો પ્રારંભ

યુધ્ધના ધોરણે 81 બેડની સુવિધા ઉભી કરાઇ: આગામી દિવસોમાં 200 બેડ સુધીની વ્યવસ્થા થઇ શકશે

- Advertisement -

કોરોનાની વૈશ્ર્વિક મહામારીને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતીમાં જામનગર, રાજકોટ, મોરબી સહિતની સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ઘસારો રોજ-બરોજ વધતો જાય છે.ત્યારે કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ધ્રોલ ખાતે જી. એમ. પટેલ ક્ધયા વિદ્યાલય ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવાનો નિર્ણય સંસ્થાના અગ્રણીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

- Advertisement -

ધ્રોલ-જામનગર હાઇ-વે રોડ પર આવેલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં આવેલ ન્યુ હોસ્ટેલ ખાતે તાત્કાલિક 81 બેડથી તા.24/04/2021થી આ કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવશે અને અન્ય મેડીકલ સ્ટાફ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. 200 બેડ સુધીની વ્યવસ્થા કરવાની તૈયારી સાથે આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કડવા પટેલ કેળવણી મંડળ તથા જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના ઉપક્રમે આ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જેમાં દર્દીઓને દવા, ઓકસીજન, રહેવા, જમવાનુ તેમજ દર્દીઓના સગાવ્હાલાઓને પણ જમવાની વ્યવસ્થા તદ્દન ફ્રી આપવામાં આવશે. કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે સીદસર ઉમિયાધામના સહકારથી સીદસર મંદિરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયા, સંસ્થાના પ્રમુખ બી. એચ. ઘોડાસરા, મુરજીભાઇ ભીમાણી સ્થાનિક તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સહકારથી શરૂ કરવામાં આવી રહી છે.

આ કોવિડ કેર સેન્ટર માટે પટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ અને જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી ગોવિંદભાઇ અમૃતિયાના સહયોગથી સંસ્થા તરફથી રૂા. એક લાખનું અનુદાન આપેલ છે તેમજ મુરજીભાઇ ભીમાણી તથા મનુભાઇ વીરપરિયા (જલગંગા)વાળા તરફથી 15 ઓકસીજન મશીનનો સહકાર સાંપડેલ છે. તેમજ અનેક દાતાઓના સહકાર પણ આ કાર્યમાં સાંપડી રહી છે. કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના આ પવિત્ર કાર્યમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, જિ. પં. સદસ્ય લખધીરસિંહ જાડેજા સહિત પટેલ સમાજના આગેવાનોએ સક્રિય કામગીરી કરીને સેવાઓ આપી રહ્યા છે. ધ્રોલ ખાતેના આ કોવિડ કેર સેન્ટર અંગેની જાણકારી માટે રમેશભાઇ જાકાસણિયા મો.98252 98231 ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular