હવામાન ખાતાની આગાહી અનુસાર ગઇકાલે તૌકતે વાવાઝોડુ ગઇકાલે રાત્રે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું હતું.
સદ્નસિબે જામનગરમાં વાવાઝોડાની અસર ઓછી જોવા મળી હતી. આમ છતાં ગઇકાલે મોડીરાત્રેથી જામનગરમાં ભારે પવન જોવા મળ્યો હતો. જામનગરમાં ભારે પવનના કારણે શહેરમાં કુલ 10 થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાના ચોપડે નોંધાઇ હતી.
જામનગરમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગઇકાલે મોડીરાત્રીથી શહેરમાં ભારે પવન જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે શહેરના રામેશ્ર્વરનગર, મચ્છરનગર, જોગસપાર્ક, પટેલ કોલોની, પંચવટી, ઇન્દીરા માર્ગ, તિનબત્તી સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ 10થી 12 જેટલા સ્થળોએથી વૃક્ષો પડવાની ફરિયાદ ફાયર શાખામાં નોંધાઇ હતી. આ ઉપરાંત અનેક સ્થળોએ વૃક્ષોની નાની-મોટી ડાળીઓ પડવાની ઘટનાઓ પણ જોવા મળી હતી.