કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર ગાગા ગામની ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગત તા. 3 થી 14 મે સુધીના સમયગાળા દરમિયાન કોઈ અનિષ્ટ તત્વોએ શાળાના ક્લાસરૂમના હવા-ઉજાસની બારી મારફતે ગેરકાયદેસર પ્રવેશ કરી, અહીં રાખવામાં આવેલી કેટલીક ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી. જેમાં કોમ્પ્યુટરના પ્રિન્ટર, સ્ટ્રેમચર ગન વિગેરેમાં તોડફોડ કરી, આશરે રૂપિયા 40 હજાર જેટલી નુકશાની પહોંચાડવા બદલ હાલ ભાટિયા ખાતે રહેતા કર્મચારી દીપકભાઈ નરભેરામભાઈ જીવાણી (ઉ.વ. 39, રહે. મૂળ તા. જોડીયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 447, 427 તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.