Wednesday, February 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પ્રૌઢ ખેડૂતની જમીન બે ભાઇઓે પચાવી પાડયાની ફરિયાદ

જામનગરના પ્રૌઢ ખેડૂતની જમીન બે ભાઇઓે પચાવી પાડયાની ફરિયાદ

વર્ષ 2009માં ભાયુભાગમાં પાંચ વિઘા જમીન મળી : આ પૈકીની બે વિઘા જમીનમાં ગેરકાયદેસર કબ્જો : પ્રૌઢ ખેડૂત દ્વારા કલેક્ટરને અરજી : લાલપુર પોલીસ દ્વારા વિધિવત ફરિયાદ નોંધી કાર્યવાહી : દૂબઇમાં રહેતાં શખ્સ સહિતના બે ભાઇઓ સામે કાર્યવાહી

લાલપુર તાલુકાના બાઘલા ગામની સીમમાં આવેલી પટેલ પ્રૌઢની ખેતીની જમીન 2009 થી ભાયુભાગમાં મળી હતી. તે બે વિઘા ખેતીની જમીનમાં દૂબઇમાં રહેતા શખ્સ સહિતના બે શખ્સો દ્વારા આ જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના બાઘલા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પર મયૂર ટાઉનશીપ, પ્લોટ નંબર 95/3માં રહેતા તથા ખેતીકામ કરતા ગિરધરભાઇ ગોરધનભાઇ કથિરિયા નામના પ્રૌઢને ભાયુભાગમાં બાઘલાના જૂના સર્વે નંબર 61/4 તથા નવા સર્વે નંબર 131ના હેકટર 0-91-05 ચો. મી.ની આશરે 5 વિઘા 11 ગુઠા ખેતીની જમીન વર્ષ 2009માં વારસાઇથી મળી હતી. ત્યારબાદથી આજદિવસ સુધી આ જમીન પૈકી બે વિઘા ખેતીની જમીનમાં નયન રમેશ કથિરિયા (રહે. જામનગર), વિમલ રમેશ કથિરિયા (રહે. હાલ કતાર, દુબઇ, મૂળ જામનગર) નામના બે ભાઇઓએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ જમીન પચાવી પાડયાના બનાવમાં ગિરધરભાઇ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. આ અરજીની ચકાસણી બાદ એએસપી પ્રતિભા તથા સ્ટાફએ ખેતીની જમીન પચાવી પાડયાની અરજીના આધારે લાલપુર પોલીસ સ્ટેશનમાં કૌટુંબિક બે શખ્સો વિરૂઘ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular