Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય સામે કરોડો રૂપિયાની ચેક રિટર્નની ફરિયાદ

દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય સામે કરોડો રૂપિયાની ચેક રિટર્નની ફરિયાદ

- Advertisement -

ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામના રહીશ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચયતના સદસ્ય પટેલ દામજી મનજી શિહોરા સામે એક કરોડ એક તાલીસ લાખની ચેક રિટર્નની ભાણવડ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ભાણવડ તાલુકાના ફતેપુર ગામના સંજય ગોવા મકવાણા એ દામજી મનજી શિહોરાને તેમના ધંધા અને સ્ટોન ક્રશરના ધંધા માટે આશરે 14 માસ પહેલાં હાથ ઉછીના રૂા.35 લાખ સંબંધના દાવે આપેલ અને આ રકમ પેટે દામજી મનજી શિહોરા એ અમોને ચેક લખી આપેલ અને 12 માસ સુધીમાં આ રકમ પરત ચૂકવી આપવાની શરતે આપેલ પરંતુ મુદ્ત પૂરી થયે ચેક તેમના બેંક ઓફ બરોડાના ખાતામાં નાખતા અપૂરતા ભંડોળના હિસાબે રિટર્ન થયા હતાં. અન્ય એક માનપર ગામના રહીશ નારણ વિક્રમ બેરા એ દામજી મનજી શિહોરાને રૂા.55 લાખ ધંધાર્થે હાથ ઉછીના આપેલ અને તે અઢી વર્ષમાં પરત ચૂકવી આપવાની શરતે આપવામાં આવેલ હતાં અને તે રકમનો દામજી મનજી શિહોરાએ નારણ વિક્રમ બેરાને ચેક આપ્યો હતો. જે ચેક અઢી વર્ષ અને એક માસ પછી બેંકમાં વસુલી માટે નાખતા અપૂરતા ભંડોળના હિસાબે રિટર્ન થયો હતો.

મોટા કાલાવડ ગામના વજશી પાલા ગાગલિયાએ પણ જિલ્લા પંચાયતના સદસ્ય દામજી મનજી શિહોરાને તેમના સ્ટોન ક્રશરમાં હાઈડ્રોલિક મશિનની જરૂરત હોય વજશીએ તેમને માસિક રૂપિયા બે લાખ ભાડાથી મશિન ભાડે આપ્યું હતું. 27 માસ પહેલાં જયારે મશીન ભાડે આપેલ ત્યારે દામજી મનજી શિહોરા એ અમોને જણાવેલ કે મારે હમણા ધંધામાં રૂપિયાની જરૂરિયાત હોય હું તમને તમારે જરૂરત હશે ત્યારે એક સાથે તમારા રૂપિયા ચૂકવી આપીશ જેથી અમોએ તેમને સંબંધના દાવે હાઇડ્રોલિક મશીનના ભાડાના રૂપિયા માંગ્યા ન હતાં. હમણાં થોડા સમય પહેલાં અમારે રૂપિયાની જરૂરત ઉભી થતાં અમોએ આ મશીન ભાડાની બાકી લ્હેણી રકમ આપવા જણાવેલ તો પટેલ દામજી મનજી શિહોરાએ રૂા.51 લાખનો બેંક ઓફ બરોડા ભાણવડ શાખાનો ચેક નં.000090 આપ્યો હતો. પરંતુ આ ચેક આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા કરાવતા આ ચેક અપૂરતા ભંડોળના હિસાબે તા.12-3-2021 ના રોજ રિટર્ન થયો હતો.

- Advertisement -

ફરિયાદીએ આરોપી પટેલ દામજી શિહોરાના બેંક ખાતામાં અપૂરતા ભંડોળ કારણે લ્હેણી રકમ વસૂલ ન થતા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138(બી) ની જોગવાઈ મુજબ આ કામના આરોપીને અમારા વકીલ મારફત વ્યકિતગત નોટિસ મોકલવોલ હતી. આમ ઉપરોકત ત્રણ આસામી દ્વારા જિલ્લા પંચાયતના સદસ્ય પટેલ દામજી મનજી શિહોરા સામે રૂા.1,41,00,000 ચેક રિટર્નની ભાણવડ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular