જામનગરમાં ગ્રેઇન માર્કેટમાં સોપારીની પેઢી ધરાવતા વેપારી પાસેથી જામનગરના સિધ્ધનાથ ટ્રેડીંગના માલિક ભરત લક્ષ્મણભાઇ કણઝારીયાએ વેપારી સંબંધ નાતે સોપારીની રૂા. 5,11,739 ખરીદી કરી હતી. જે સોપારીના બીલની ચૂકવણી કરવા માટે સિધ્ધનાથ ટ્રેડીંગના માલિક ભરત લક્ષ્મણ કણઝારીયાએ તેમની પેઢીના ખાતાનો રૂા. 5,11,739નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ કરતાં નાણાંના અભાવના શેરા સાથે પરત ફરતા ભરત દ્વારા વકીલ મારફત લીગલ નોટીસ મોકલાવી ચેક મુજબની બાકી રોકાતી લેણી રકમ રૂા. 5,11,739 પંદર દિવસમાં ચૂકવી આપવા જાણ કરી હતી. પરંતુ આરોપી તરફથી કોઇ રકમ ચૂકવણી કરેલ નહીં કે કોઇ નોટીસનો જવાબ આપેલ નહીં જેથી સોપારીના વેપારીએ સિધ્ધનાથ ટ્રેડીંગના માલિક ભરત કણઝારીયા સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ શ્યામ એન. ઘાડીયા તથા એડવોકેટ જય બી. અગ્રાવત, આનંદ ડી. સંઘાણી રોકાયા છે.