દ્વારકા તાલુકાના ઓખામઢી વિસ્તારમાં રહેતી આશરે 17 વર્ષ 5 માસ જેટલી ઉંમરની એક સગીરાને લલચાવી, ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ જવા સબબ દ્વારકાના આરંભડા વિસ્તારમાં આંબેડકર સોસાયટીમાં રહેતા ચિરાગ બાબુભાઈ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપી શખ્સ દ્વારા સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું તથા તેણીને દારૂનો ધંધો કરવાનું દબાણ કરવામાં આવતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પ્રકરણમાં અન્ય એક આરોપી રાકેશ ધનાભાઈ રોશિયા (રહે. મીઠાપુર)એ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ ગાળો કાઢીને તેણીને તેના ઘરે મૂકી ગયાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366, 376 (2- એન.) 504, 506 (2), 114, તથા પોકસો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એસ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.