દ્વારકામાં રહેતા યુવાનને અન્ય શખ્સે જાતિ વિષયક અપમાનિત કરવા બાબતે પોલીસે શખ્સ વિરૂધ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં રહેતા રમણીકભાઈ રાજગોર નામના શખ્સ દ્વારા મંદિરના પૂર્વ દરવાજા પાસે આંબેડકર નગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ રણમલભાઈ કારાણી નામના 39 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનની ઉપસ્થિતિમાં જાણી જોઈને ફરિયાદી અશોકભાઈને સંભળાવવા માટે અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરતા અનુસૂચિત જાતિ અંગે જાણી જોઈને અપમાનજનક શબ્દો કાઢતા ફરિયાદી અશોકભાઈએ રમણીકભાઈ રાજગોરને આવું ના બોલવા સમજાવ્યા હતા. પરંતુ રમણીકભાઈએ અશોકભાઈને અશોભનીય શબ્દો કહી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો છે.