Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારસલાયાની યુવતી સાથે દુષ્કર્મ ગુજારી, બળજબરીપૂર્વક મૈત્રી કરાર કરવા સબબ ફરિયાદ

સલાયાની યુવતી સાથે દુષ્કર્મ ગુજારી, બળજબરીપૂર્વક મૈત્રી કરાર કરવા સબબ ફરિયાદ

ત્રણ વર્ષ દરમિયાન નરાધમે અવારનવાર દુષ્કર્મ આચર્યું

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી 29 વર્ષની એક યુવતીએ આ જ વિસ્તારમાં રહેતા ઓસમાણગની ભખર ગજ્જણ નામના શખ્સ સામે છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજારી, બ્લેકમેલ કર્યાની તથા બળજબરીપૂર્વક મૈત્રી કરાર કરવા અંગેની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સલાયાની યુવતી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ત્રણેક વર્ષ પૂર્વે તેણીના ઘરમાં કોઈ ન હોવાથી આરોપી ઓસમાણગનીએ તેણીના ઘરમાં અપ પ્રવેશ કરી, બળજબરીપૂર્વક તેણીની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

- Advertisement -

આ દુષ્કૃત્ય કરી અને ફરિયાદી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અવારનવાર તેણીના રહેણાંક મકાનમાં આવી અને શરીર સંબંધ બાંધી, તેણીને ડરાવી-ધમકાવીને તેણીના ફોટાઓ તથા વિડિયો ઉતારી લીધા હતા.

આ ફોટા અને વિડિયોથી તેણીને બદનામ કરવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ આરોપી શખ્સએ તેણીને સલાયાથી જામનગર, ત્યાંથી રાજસ્થાન – અજમેર લઈ અને પુન: જામનગર સુધી અપરણ કરી ગયો હતો. અહીં આરોપી શખ્સએ ફરિયાદી યુવતીને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મૈત્રી કરારમાં અંગૂઠાનું નિશાન લઈ લીધું હતું અને અવારનવાર તેણીને માર મારી દુષ્કર્મ ગુજાર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આઈપીસી કલમ 366, 376 (એન), 323 447 506 2 વગેરે મુજબ ગુનો નોંધી આગળની તપાસ સલાયાના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular