Friday, February 20, 2026
Homeરાજ્યહાલારયુવતીનો પીછો કરતાં અજાણ્યા બાઇકચાલક સામે ફરિયાદ

યુવતીનો પીછો કરતાં અજાણ્યા બાઇકચાલક સામે ફરિયાદ

ભાણવડમાં રહેતી યુવતી સેન્ટ્રલ બેન્કમાં વિધવા સહાયના પૈસા ઉપાડી બહાર આવી હતી ત્યારે અજાણ્યો બાઇકચાલક પીછો કરતાં યુવતીએ બૂમાબૂમ કરતા મદદે આવેલા સ્થાનિકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ભાણવડ વિસ્તારમાં રહેતી એક યુવતીના પતિ થોડા સમય પૂર્વે અવસાન પામ્યા હોય, જેથી તેણે ભાણવડમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ખાતે ગઈકાલે ગુરુવારે બપોરના સમયે વિધવા સહાયના પૈસા ઉપાડવા માટે ગયા હતા. બેંકમાંથી પૈસા ઉપાડીને તેઓ બહાર નીકળ્યા ત્યારે, એકાએક કાળા કલરનું ટીશર્ટ પહેરેલો એક શખ્સ જી.જે. 10 બી.પી. 3794 નંબરના એક મોટરસાયકલ પર અહીં આવ્યો હતો અને યુવતીનો પીછો કરવા લાગતા તેણે ગભરાઈને સલામત રીતે દોડવા લાગી હતી.

આ બનાવ દરમિયાન અહીં આવી ગયેલા અન્ય સ્થાનિકોએ મદદ કરતા બાઈક ચાલકને ઝડપી લઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular