Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ સબબ ફરિયાદ

દ્વારકામાં યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ સબબ ફરિયાદ

મધ્યરાત્રિના યુવતીની છેડતી કરી આબરુ લુંટી: યુવતીએ હિમ્મત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી : યાત્રાધામમાં દુષ્કર્મની ઘટનાથી અરેરાટી

દ્વારકા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે રાત્રિના સમયે બળજબરીપૂર્વક બાથરૂમમાં દુષ્કર્મ ગુજારવા સબબની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પંથકમાં રહેતી એક યુવતી ગઈકાલે ગુરુવારે તેણીના ઘરે તી, ત્યારે વિપુલ દિનેશભાઈ બારાઈ નામના 41 વર્ષના શખ્સએ રાત્રિના આશરે 12:30 વાગ્યાના અરસામાં તેણી સાથે અડપલા કર્યા હતા.આ પછી આરોપી વિપુલ દ્વારા તેણીની છેડતી કરી અને આબરૂ લેવાના ઇરાદાથી તેણીના કપડા ઉતારી અને બળજબરીપૂર્વક બાવડું પકડીને બાથરૂમમાં લઈ ગયો હતો. આ પછી અહીં આરોપીએ તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આરોી વિપુલ દિનેશભાઈ બારાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular