આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સોડસલા ગામના પાટીયા પાસેથી ગત તારીખ 25 જૂનથી તારીખ બીજી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન મચ્છુધાર વાડી વિસ્તારમાં આવેલા વીજપોલમાં લગાવવામાં આવેલા 11 કે.વી.ના આશરે 110 કિલો વજનના વાયરની ચોરી થયાનું ખુલવા પામ્યું છે. રૂપિયા 9,900 ની કિંમતના વીજ વાયરની ચોરી થવા સબબ મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વતની અને હાલ ખંભાળિયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં રહેતા જેસીંગભાઈ શંકરભાઈ પારગીએ સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.