Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના સલાયા ગામે સગીરા પર દુષ્કર્મ સબબ ફરિયાદ

ખંભાળિયાના સલાયા ગામે સગીરા પર દુષ્કર્મ સબબ ફરિયાદ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક પરિવારની આશરે 16 વર્ષ 10 માસ જેટલી વયની સગીર પુત્રીના માતા પિતા તેમના ઘરે ન હતા તે દરમિયાન આ સગીરા પર સલાયામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મુસ્લિમ હુશેન જશરાયા નામના શખ્સ દ્વારા બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચરવા ઉપરાંત આ બાબતે જો તેણી કોઈને કંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ ગુના સબબ સગીરાના પિતા દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ પ્રકરણ અંગે અહીંના સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા આરોપી મુસ્લિમ હુશેન જશરાયા સામે આઈ.પી.સી. કલમ 376, 447, 506(2) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular