Thursday, January 9, 2025
Homeરાજ્યહાલારદ્વારકા નજીક ખાનગી બસમાં તોડફોડ કરીને ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

દ્વારકા નજીક ખાનગી બસમાં તોડફોડ કરીને ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા પીઠાભાઈ ડાડુભાઈ કાંબરીયા નામના 47 વર્ષના યુવાન તેમની જી.જે. 03 ડબલ્યુ 9735 નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ લઈને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસે એક પુલ નજીક પહોંચતા એક અજાણ્યા શખ્સએ તેમની બસ અટકાવી હતી. આ પછી અન્ય એક આરોપી નગા જામ પોતાના હાથમાં ટોમી (હથિયાર) લઈને ધસી આવ્યો હતો.

- Advertisement -

આરોપી નગા જામ તથા અન્ય અજાણ્યા શખ્સ મળી બંનેએ ફરિયાદી પીઠાભાઈ તથા બસના ચાલક અને કંડકટરને ગાળો કાઢી, ટ્રાવેલ્સની બસનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. આમ, આરોપી શખ્સોએ બસમાં રૂપિયા 10,000 નું નુકસાન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈપીસી કલમ 427, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular