ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા દિલુભાઈ બાબુભાઈ વાઘેલા નામના 49 વર્ષના યુવાનનો પુત્ર ભોલાભાઈ સંક્રાતના દિવસે શનિવારે ડી.જે. સાથે પતંગ ઉડાડતો હતો, ત્યારે આ વિસ્તારમાં રહેતા બબાભાઈ નરભેરામભાઈ મારાજ નામના શખ્સ દ્વારા તેને ડી.જે. બંધ કરી દેવાનું કહી, બિભત્સ ગાળો કાઢ્યા બાદ બબાભાઈ મારાજ સાથે આવેલા સુરજકરાડી ખાતે રહેતા રાકેશ ધનાભાઈ રોશિયા નામના શખ્સ મળી બંને શખ્સોએ ફરિયાદી દિલુભાઈને બેફામ માર મારી, આરોપી બબાભાઈ મારાજે શર્ટનો કાઠલો પકડી, શર્ટના ખિસ્સામાં રહેલા આશરે રૂપિયા પાંચેક હજારની 500-500 રૂપિયાના દરની ચલણી નોટો તથા તેમનું આધાર કાર્ડ ઝુંટવી, લૂંટ ચલાવવા ઉપરાંત જો આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 394, 323, 504 તથા 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.