ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા દિલીપસિંહ કંચવા તથા બેનાબા દિલીપસિંહ કંચવા દ્વારા કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના રહીશ રાણાભાઇ વીરાભાઇ ગોરડીયા નામના 24 વર્ષના યુવાનને અગાઉ પોતાનું મકાન ભાડે આપ્યું હતું અને તેઓ એકબીજાને ઓળખતા હતા.
રાણાભાઇ ગોરડીયા અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં આરોપીઓ દ્વારા ફોન ઉપર ફરિયાદી રાણાભાઇને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા કવેણ કહી, બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ ખંભાળિયા પોલીસે દિલીપસિંહ તથા બેનાબા સામે આઇપીસી કલમ 504, 506 (2), 114 તથા એક્ટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.