Saturday, December 6, 2025
Homeરાજ્યકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ફરિયાદ

કલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સામતભાઈ પાલાભાઈ કરંગીયાની પુત્રી મણીબેન હેમલભાઈ ચાવડાના લગ્ન આજથી આશરે છ વર્ષ પૂર્વે ભાટિયાના રહીશ અને હાલ મવડી- રાજકોટ ખાતે રહેતા હેમલ અરજણભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન પરિણીતાને તેણીના પતિ હેમલ તેમજ સસરા અરજણભાઈ અને સાસુ રંભીબેન દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઢિકા- પાટુનો માર મારી અને દુ:ખ-ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે મહિલા પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular