Monday, December 23, 2024
Homeરાજ્યભીમરાણામાં મહિલાને અપમાનીત કરનાર ત્રણ સામે ફરિયાદ

ભીમરાણામાં મહિલાને અપમાનીત કરનાર ત્રણ સામે ફરિયાદ

- Advertisement -

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા હમીબેન માંડણભાઈ વારસાકિયા નામના 62 વર્ષના મહિલાને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા રણમલભા માણેક, રાણીબેન અરજણભા માણેક તથા રવુભા અરજનભા માણેક દ્વારા બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા કુહાડી અને લાકડાના ધોકા વડે માર મારવાની કોશિશ કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આરોપીઓ સાર્વજનિક પ્લોટમાં દબાણ કરવાના ઈરાદે સાફ સફાઈ કરતા હોય, જેથી ફરિયાદી હમીબેને તેમ કરવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈને તેણીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનું તથા ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2), 294 (ખ,) 114 તથા જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular