Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં યુવતી પર દુષ્કર્મ અંગે યુવાન સામે ફરિયાદ

ખંભાળિયામાં યુવતી પર દુષ્કર્મ અંગે યુવાન સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં હાલ રહીને નોકરી કરતી અને મૂળ મધ્યપ્રદેશની રહીશ એવી 30 વર્ષની એક યુવતી સાથે ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા પરેશ ચાવડા નામના શખ્સ દ્વારા મિત્રતા કેળવી અને તેણીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવતો હતો.

- Advertisement -

આ દરમિયાન યુવતીએ પરેશ ચાવડાને તેણીની સાથે લગ્ન કરવાનું કહેતા આરોપી શખ્સે યુવતી સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું તેણીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ભોગ બનનાર યુવતી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવ્યું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે યુવતીની ફરિયાદ પરથી દુષ્કર્મની કલમ 376 ઉપરાંત 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular