Tuesday, January 13, 2026
Homeરાજ્યદ્વારકામાં યુવતીઓને સોશિયલ મીડિયા મારફતે પજવણી કરતા શખ્સો સામે ફરિયાદ

દ્વારકામાં યુવતીઓને સોશિયલ મીડિયા મારફતે પજવણી કરતા શખ્સો સામે ફરિયાદ

દ્વારકામાં વોટ્સએપ કોલ તથા મેસેજ મારફતે બે યુવતીઓને હેરાન-પરેશાન કરતા ચોક્કસ મોબાઈલ નંબર આવતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.    આ અંગેની વિગત મુજબ દ્વારકામાં રહેતી બે યુવતીઓને તેમના મોબાઈલ નંબર ઉપર 9558489724 અને 8866213051 નંબરના મોબાઇલ ફોન મારફતે એસ.પી. સાગર તરીકે ઓળખાણ આપી, કોઈ શખ્સો દ્વારા આ યુવતીઓને મોબાઈલ ફોનમાં વોટ્સઅપ તથા વોઈસ કોલ મારફતે અભદ્ર ભાષામાં મેસેજ કરીને હેરાન પરેશાન કરવામાં આવતા સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 354 (એ-1) તથા આઇ.ટી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધી, ઉપરોક્ત મોબાઈલ નંબર ધરાવતા શખ્સોને ઝડપી લેવા માટે દ્વારકાના પી. આઈ. પી.બી. ગઢવી દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular