Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સીલ કર્યા છતાં રેસ્ટોરન્ટ ચાલુ કરનાર વિરૂધ્ધ ફરિયાદ - VIDEO

જામનગરમાં સીલ કર્યા છતાં રેસ્ટોરન્ટ ચાલુ કરનાર વિરૂધ્ધ ફરિયાદ – VIDEO

સુપર ફેમેલી રેસ્ટોરન્ટના સંચાલક, મેનેજર સહિત ત્રણ વિરૂધ્ધ પંચકોશી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવાઈ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઠેબા ચોકડી નજીક આવેલ સુપર ફેમીલી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પરવાનગી વગર રેસ્ટોરન્ટ પૂન: ચાલુ કરવામાં આવતાં રેસ્ટોરન્ટ માલિક તથા મેનેજરો સહિત ત્રણ સામે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગેમઝોન, વોટરપાર્ક, સિનેમા, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો કે જ્યાં જાહેર જનતાની વધુ અવર-જવર રહેતી હોય તે જગ્યાએ ફાયર સેફટીના નિમયોનું પાલન કરવા અને નિયમ ભંગ કરતા સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના હોય જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પણ આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હોય. જે અનુસંધાને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા તથા પ્રો. આઈપીએસ અજયકુમાર મીણાના માર્ગદર્શન મુજબ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ તથા ટાઉન પ્લાનિંગ શાખાની ટીમો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પંચકોશી બી ડીવીઝન વિસ્તારના કુલ 12 હોટલ/રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યાં હતાં. જેમાં જામનગરના ઠેબા બાયપાસ રોડ નજીક આવેલ સુપર ફેમેલી રેસ્ટોરન્ટને સીલ કરી નોટિસ આપવામાં આવી હોવા છતાં સક્ષમ અધિકારીની નોટિસની અવગણના કરી પરવાનગી વગર રેસ્ટોરન્ટ પૂન: ચાલુ કરવામાં આવતાં શુક્રવારે જામ્યુકોની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સુપર ફેમેલી રેસ્ટોરન્ટ ખાતે દોડી જઇ ફરીથી આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેર અને એસ્ટેટ અધિકારી નીતિનકુમાર દિક્ષીત દ્વારા સીલ અને સક્ષમ અધિકારીની નોટિસની અવગણના કરી પૂન: રેસ્ટોરન્ટ ચાલુ કરનાર સુપર ફેમેલી રેસ્ટોરન્ટના માલિક જીતેન્દ્રભાઈ કરગથરા, મેનેજર વિશાલ ધીરજલાલ કોટક તથા વિરેન ચંદુલાલ બોરા વિરૂધ્ધ ઈપીકો કલમ 336, 188, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પંચકોશી બી ડીવીઝનમાં આ ફરિયાદ નોંધાવાતા પંચકોશી બી ડીવીઝન દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી પ્રો. આઈપીએસ અજયકુમાર મીણા, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઇ પી.કે. જાડેજા, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો એમ.વી. ભુંડિયા, પો.કો. ખીમભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર, પોલાભાઈ ઓડેદરા, ભયપાલસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી તથા હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular