દ્વારકામાં રહેતા એક પરિવારના મહિલા તેમની દસ વર્ષની સગીર પુત્રીને સાથે લઈ અને દ્વારકામાં ચરકલા રોડ પર આવેલી એક હોટલની સામેના ભાગેથી સફાઈ કરવા માટે ગયા હતા. ત્યારે આશરે બારેક વાગ્યાના સમયે આ વિસ્તારમાં રહેતા નિલેશ વાયડા નામના શખ્સએ આ મહિલાની 10 વર્ષની પુત્રીને રૂપિયા 20 આપીને શારીરિક છેડતી કરી હોવાનું ખુલવા પામ્યું છે.
ગત તા.5 ઓક્ટોબરના રોજ બનેલા આ સમગ્ર પ્રકરણ અંગે ભોગ બનનાર બાળાના મોટા બાપુ (અદા)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે નિલેશ વાયડા સામે આઈ.પી.સી. કલમ 354 (એ) તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. તુષાર પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.