Wednesday, January 14, 2026
Homeરાજ્યહાલારભાણવડમાં પરિણીત યુવતીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

ભાણવડમાં પરિણીત યુવતીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

ભાણવડમાં સતવારાના ચોરા પાસે રહેતી સતવારા રિદ્ધિબેન કેયુરભાઈ રાઠોડ નામની 22 વર્ષની પરિણીત યુવતીને તેણીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા દસેક માસથી તેણીના પતિ કેયુર કિશોરભાઈ રાઠોડ દ્વારા શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી અને મારકુટ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી વધુ દહેજની માંગણી કર્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસએ રિદ્ધિબેનની ફરિયાદ પરથી તેણીના પતિ કેયુર રાઠોડ સામે સ્ત્રી અત્યાચારની કલમ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular