બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સંધિ પાડો વિસ્તારમાં રહેતી શહેનાઝબેન આબીદભાઈ મોદી (ઉ.વ.31) નામની મુસ્લિમ પરિણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ આબીદ રજાક મોદી, સસરા રજાક જાફરભાઈ, સાસુ જુલેખાબેન અને નણંદ રીયાનાબેન રજાકભાઈ મોદી અને આબિદ મોદીની બીજી પત્ની સનાબેન દ્વારા એક સંપ કરી, અને ફરિયાદી શહેનાઝબેનને અવાર-નવાર શારીરિક થતા માનસિક દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, તેણીને પતિ, સાસુ, સસરા તથા નણંદ દ્વારા ઢીકાપાટુનો માર મારી અને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ઉપરાંત આબિદની બીજી પત્ની સનાબેન દ્વારા “તું આબિદને છૂટાછેડા આપી દે. તારે કોઈ બાળક નથી અને મારે બાળક છે” કેમ કહી, ત્રાસ ગુજારીને એકબીજાને મદદગારી કરવામાં આવી હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.