ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની સાડા સોળ વર્ષની સગીર પુત્રીનું અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ખંભાળિયા શહેરની નજીક આવેલા શક્તિનગર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની 16 વર્ષ 6 માસની વયની સગીર પુત્રીને આ જ વિસ્તારમાં રહેતો મનોજ રાણાભાઈ સોલંકી નામનો શખ્સ ગત તા. 31 ના રોજ લલચાવી ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે.
આ અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા અપહરણકારને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.