Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બ્રાસપાર્ટના વેપારી દ્વારા ચાર વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ

જામનગરના બ્રાસપાર્ટના વેપારી દ્વારા ચાર વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ

મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધું : વધુ રકમ પડાવવા વ્યાજખોરો દ્વારા બળજબરીથી પઠાણી ઉઘરાણી અને ધમકી : પોલીસે વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી

- Advertisement -

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને 10 ટકા વ્યાજે લીધેલી બે લાખની રકમ પેટેે વ્યાજ અને મૂળ રકમ સહિત રૂા.10 લાખ 80 હજાર ચૂકવી દીધા હોવા છતાં ચાર વ્યાજખોરો દ્વારા તેમજ અન્ય ત્રણ વ્યાજખોરો પાસેથી રૂા.6,50,000 ની રકમ વ્યાજ સહિત ચુકવી દીધા પછી ચારેય વ્યાજખોરો દ્વારા વધુ રકમ પડાવવા માટે અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

રાજ્યવ્યાપી વ્યાજખોરી ડામવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જુદા જુદા સ્થળોએ લોક દરબાર યોજી વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ અને જેલ હવાલેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત જામનગર શહેરના રણજીતનગર નવા હુડકોમાં રહેતા અને દરેડ જીઆઈડીસી ફેસ-3 માં બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા નામના વેપારી યુવાને ચાર વર્ષ પહેલાં હરદેવસિંહ ઈન્દ્રજિતસિંહ જાડેજા પાસેથી રૂા.2 લાખની રકમ 10 ટકા વ્યાજે લીધી હતી તેમજ જયપાલસિંહ અને હરદીપસિંહ પાસેથી રૂા.5,50,000 ની રકમ પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને દરેડના ઈન્દ્રસિંહ પાસેથી 1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતાં.

વ્યાજે લીધેલી રકમ પેટે બ્રાસપાર્ટના વેપારી પૃથ્વીરાજસિંહએ હરદેવસિંહ જાડેજાને બે લાખની રકમ અને વ્યાજ સહિત રૂા.10,80,000 ચૂકવી દીધી હતી તેમજ જયપાલસિંહ અને હરદીપસિંહને વ્યાજ અને રકમ સહિત રૂપિયા ચૂકવી દીધા હતાં તથા ઈન્દ્રસિંહને રૂા. 1,20,000 ચૂકવી દીધા હોવા છતાં ચારેય વ્યાજખોરો દ્વારા બ્રાસપાર્ટના વેપારી પાસેથી વધુ રકમની પઠાણી ઉઘરાણી કરવા બળજબરીથી રૂપિયા આપવા અપશબ્દો બોલી અને ધમકી આપી હતી. વેપારીના કારખાને જઈ વ્યાજખોરો ધમકી આપી આવતા હતાં. કંટાળીને આખરે વેપારીએ પંચ બી પોલીસ સ્ટેશનમાં ચારેય વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular