Tuesday, January 13, 2026
Homeરાજ્યખંભાળિયાના યુવાનને મરી જવા મજબૂર કરવા સબબ પિતા પુત્ર સામે ફરિયાદ

ખંભાળિયાના યુવાનને મરી જવા મજબૂર કરવા સબબ પિતા પુત્ર સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા પરબતભાઈ ભીખાભાઈ હરિયાણી નામના યુવાને તાજેતરમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું ગત તા. 14 ના રોજ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ ભીખાભાઈ હરિયાણી (ઉ.વ. 29, રહે. બજાણા) એ નાના આસોટા ગામે રહેતા તેઓના કૌટુંબિક સગા રામશીભાઈ ડોસાભાઈ હરિયાણી તથા તેમના પુત્ર રવજી રામશીભાઈ સામે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આરોપી રામશીભાઇ મૃતકના પત્નીના મામા થતા હોય અને તેમના દીકરા રવજીની સગાઈ થતી ન હોવાથી મૃતકના પત્નીને છૂટાછેડા લેવા માટે દબાણ કરવા ઉપરાંત વારંવાર રકમની માગણી કરી દબાણ કરતા પિતા-પુત્રના માનસિક ત્રાસથી કંટાળીને પરબતભાઈએ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. કલમ 306 તથા 114 મુજબ ગુનો નોંધી, તપાસનીશ અધિકારી પી.આઈ. વી.વી. વાગડીયાએ આરોપીઓની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular