Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવૃધ્ધના આપઘાત પ્રકરણમાં પુત્રવધૂ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ

વૃધ્ધના આપઘાત પ્રકરણમાં પુત્રવધૂ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ

છેડતીના ખોટા આક્ષેપ કરી અવાર-નવાર પુત્રવધૂનો શારીરિક-માનસિક ત્રાસ : એક વર્ષથી અપાતા ત્રાસથી કંટાળી વૃધ્ધ સસરાએ પોલીસ સ્ટેશન નજીક દવા ગટગટાવી : સારવાર દરમિયાન મોત બાદ પુત્રવધૂ વિરૂધ્ધ ગુનો

- Advertisement -

જામનગરના બેડેશ્વરનગર પાસે આવેલા ધરારનગર-1 માં વૈશાલીનગરમાં રહેતાં હીરાભાઈ પરમાર નામના વૃદ્ધે તેની પુત્રવધૂ દ્વારા છેડતી કર્યાનો ખોટો આક્ષેપ અને ઘરમાંથી કાઢી મૂકયાની ધમકી અપાતા પુત્રવધૂના ત્રાસથી કંટાળીને પોલીસ મથક નજીક દવા ગટગટાવતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે મહિલા સામે મરી જવા મજબુરનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડેશ્વરમાં ધરારનગર-1 વિસ્તારમાં આવેલા વૈશાલીનગર શેરી નં.6 અને રોડ નં.4 માં રહેતાં અમિતના પત્ની અમૃતાબેન તેણીના વૃધ્ધ સસરા સાથે અવાર-નવાર જેમ ફાવે તેમ વર્તન કરી જમવાનું આપતી ન હતી અને છેડતી કર્યાના ખોટા આક્ષેપ કરતી હતી તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ગાળાગાળી કરતી હતી. પુત્રવધૂ દ્વારા એક વર્ષથી અપાતા શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને વૃધ્ધ હીરાભાઈ પરમારે ગત તા.12 ના બુધવારે બપોરના સમયે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે આવીને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવવાનું જણાવતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેથી વૃધ્ધે પોલીસ સ્ટેશન પાસે જ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હીરાભાઈ પરમાર નામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
પુત્રવધૂના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરનાર સસરા હીરાભાઈના મોત બાદ તેના પુત્ર મનિષ પરમાર દ્વારા અમૃતાબેન અમિત પરમાર વિરૂધ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એ.વી.વણકર તથા સ્ટાફે અમૃતાબેન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular