દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને એસ.ટી. વિભાગમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ જીવણભાઈ હાથીયા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમની ફરજ પર હતા, ત્યારે તેમણે અન્ય એક કર્મચારી કિરીટસિંહ એલ. જાડેજાને દ્વારકા મહેસાણા રૂટની એસટી બસમાં કંડકટરની ફરજ પર જવાનું જણાવ્યું હતું. જેથી આરોપી કિરીટસિંહ એલ. જાડેજાએ દેવાભાઈ હાથીયા પાસે આવી અને નોકરીમાં નહીં જવા બાબતે બોલાચાલી કરી અને તેમને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી લીધા હતા.
આટલું જ નહીં, તેણે ડાબા હાથમાં આંગળીમાં ભરી લઈ ‘તું પછાત મારું શું કરી લઈશ?’- તેમ કહ્યાનું દ્વારકા પોલીસ મથકમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે દેવાભાઈ હાથીયાની ફરિયાદ પરથી કિરીટસિંહ એલ. જાડેજા સામે આઈ.પી.સી. કલમ 323, 504, તથા એટ્રોસિટી એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.