દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દરિયાઈ વિસ્તારમાં હાલ ચોમાસાની ઋતુમાં માછીમારી કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું હોવા છતાં ઓખા નજીકના દરિયામાં મંજૂરી વગર માછીમારી કરવા ગયેલા કુલ સતર શખ્સો સામે બે દિવસ દરમિયાન ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
ઓખા વિસ્તારમાં આવેલા દરિયામાં ફિશરીઝ વિભાગની મંજૂરીના ટોકન મેળવ્યા વગર દરિયામાં માછીમારી કરવા જઈ અને જાહેરનામાનો ભંગ કરવા બદલ વીરા ભીખા દમણીયા, મુસા સુલેમાન ચાંગડા, હારુન દાઉદ સોઢા, અકબર એલિયસ પલાણી, સતાર કરીમ સંઘાર, હાસમ કાદર પાલાણી, અબાસ મુસા સુમણીયા, અશરફ સતાર ચંગડા, મામદ અકબર અલી ચંગડા, ધર્મરાજ માતાદીલ બિંદ અને સુનીલ ગુરુપ્રસાદ બીંદ, બિલાલ ઓસમાણ જાડેજા, અરવિંદ ઉકા સોલંકી, સુનિલ ચિન્ટુ દુબડા, ધનસુખ જગુ નિરપ, નિઝામુદ્દીન અલાના પાંજરી અને સંતોષ નારણ મહેર સામે ઓખા મરીન પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા જુબાર ઈશાક સુંભણીયા અને ઓખાના મનુ કાના ચૌહાણ નામના બે શખ્સોએ દરિયામાં માછીમારી કરવાની મનાઈ અંગેનું જાહેરનામું હોવા છતાં મંજૂરી વગર દરિયામાં માછીમારી કરવા જતાં સ્થાનિક પોલીસે બન્ને શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.