ઉતરાયણના તહેવાર દરમ્યાન ભાણવડ ખાતે વન વિભાગ અને એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે ગઈકાલે રવિવારે ભાણવડ તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં પતંગ અને દોરાનો ભોગ બનેલ પક્ષીઓને રેસ્કયુ કરીને સારવાર આપવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિથી અનેક મુક પક્ષીઓને નવજીવન મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ પર્વે પક્ષીઓ પ્રત્યે લોકોની જાગૃતિ વધવાના કારણે ઉતરાયણ દરમ્યાન એકપણ પક્ષીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી.