જામનગર શહેરના ખોડિયાર કોલોની પેટ્રોલ પંપ પાસેથી રોકડ રકમ અને આધાર-પુરાવાઓ સાથેનું પાકીટ પડી જતાં આ રોકડ ભરેલું પાકીટ પોલીસે શોધી કાઢી યુવાનને સોંપી આપ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા નિમેશભાઈ ચોટાઈ નામના યુવાનનું એટીએમ કાર્ડ, પાન કાર્ડ અને રોકડ ભરેલ પર્સ પેટ્રોલ પંપ નજીક પડી ગયું હોવાની જાણ સીટી સી ડીવીઝનમાં કરી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.આર. ચૌધરી તથા સ્ટાફે યુવાનનું પર્સ શોધી કાઢી રોકડ રકમ અને કાર્ડ સાથે નિમેશ ચોટાઈને સુપરત કર્યુ હતું. જેના આધારે યુવાને પોલીસની સરાહનીય કામગીરીની બિરદાવી હતી.