જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ પરિસરમાં કોઈપણ આગજની સહિતની દુર્ઘટના સર્જાય તો જામનગર મહાનગર પાલિકાનું ફાયર તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનર દ્વારા જાત નિરીક્ષણ કરાયું હતું અને ફાયરના સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ પરિસરમાં ફાયર બ્રિગેડની ટુકડીને રાઉન્ડ ધ ક્લોક તૈનાત માં રાખી છે અને એક ફાયર ફાઈટર સાથે અને ફાયર પ્રણાલીના જરૂરી સાધનો સાથે જુદી-જુદી ત્રણ શિફ્ટમાં ફાયર વિભાગના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા છે. રાજ્યની કોવિડ હોસ્પિટલમાં બનેલી આગજનીની ઘટનાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર કમિશનર સતિષ પટેલ તેમજ ડેપ્યુટી કમિશનર એ કે વસ્તાણીએ સ્થળ પર જઇ ચકાસણી કરી હતી અને ફાયર સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ પરિસરમાં કોઈપણ દુર્ઘટના સર્જાય તો ફાયર તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે કે કેમ? તે અંગે તમામ સાધનસામગ્રી અને ફાયર ફાઈટર સહિતનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્થળ પર હાજર રહેલા ફાયરના જવાનો સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા ઉપરાંત કોવિડ હોસ્પિટલના પરિસરનું પણ નિરીક્ષણ કર્યું હતું.
જામનગર કોવિડ હોસ્પિટલમાં તૈનાત ફાયર સ્ટાફની મુલાકાતે કમિશનર
ફાયરના જવાનો સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા