Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ સેના દ્વારા દેવી દેવતાઓના ફોટા હટાવવા ની કામગીરીનો પ્રારંભ

હિન્દુ સેના દ્વારા દેવી દેવતાઓના ફોટા હટાવવા ની કામગીરીનો પ્રારંભ

- Advertisement -

જામનગરમાં અનેક સ્થળોએ ગંદકી ન થાય તે માટે દેવીદેવતાના ફોટા લગાવવામાં આવે છે. જેને લઇ હિન્દુ સેના ના કાર્યકરો દ્વારા આ ફોટાઓ હટાવવા ચેતવણી આપી હતી. આજરોજ હિન્દુસેનાના કાર્યકરોએ વિવિધ વિસ્તારોમાં જઇ ધર્મનું અપમાન કરનારા લોકોને ચેતવી દેવી દેવતાના ફોટા તથા ટાઇલ્સો હટાવી હતી.

- Advertisement -

જામનગરમાં હિન્દુ સેના દ્વારા દેવી દેવતાઓના ફોટા, ટાઇલ્સ રસ્તાની બાજુ ઉપર, કોમ્પલેક્ષ, ઓફિસોની દીવાલો પર ચિપકાવી ધર્મનું અપમાન કરનારાઓને સૂચના હિંદુ સેનાના કાર્યકરોએ આપી હતીે. જેમાં ડીએસપી બંગલા સામે, હિંદુ અપંગ આશ્રમ પાછળ ની દીવાલો, પવનચક્કી વિસ્તાર તેમજ અન્ય જગ્યાઓ પર સૂચનાઓ આપી દેવી દેવતાના ફોટાઓ ઉતારી લેવા લોકો ને ચેતવ્યા હતા.

આજથી જે તે વિસ્તારમાં હિંદુ સેનાના મયુર ચંદન, ગુંજ કારીયા, પરાગ રાજપૂત, ધીરેન નંદા, દીપક સાગઠીયા, કેતન કછતિયા, વિમલ ઉપાધ્યાય, સંજય બાબરીયા સહિત હિંદુ સૈનિકો જાતે આ ફોટા, ટાઇલ્સ ઉતારી નાખવામાં આવ્યાં હતાં. આ અભિયાન જુલાઈ માસ દરમિયાન ચાલશે અને જામનગરમાંથી સંપૂર્ણ જગ્યાઓ પર થી ધર્મને બદનામ કરતા ફોટા, ટાઇલ્સ જાતે હટાવશે. દર બે દિવસે બપોરે 4.30 વાગ્યે નીલકંઠ મહાદેવ મંદિર, વિભાજી સ્કુલ સામે હિંદુ સેના કાર્યકરો એકત્રિત થઈ કાર્ય શરૂ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular