Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ સેના દ્વારા સરકારી દસ્તાવેજ પુરા પાડતાં ડોક્યુમેન્ટ વિભાગનો પ્રારંભ

હિન્દુ સેના દ્વારા સરકારી દસ્તાવેજ પુરા પાડતાં ડોક્યુમેન્ટ વિભાગનો પ્રારંભ

- Advertisement -

હિન્દુ સેના દ્વારા સરકારી દસ્તાવેજ પુરા પાડતાં ડોક્યુમેન્ટસના વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકો હિન્દુ સેનાનો સંપર્ક કરી અધુરા સરકારી દસ્તાવેજો કે, ઓનલાઇન થતાં કામો કરાવી શકશે.
હાલના સમય મુજબ લોકોના અલગ અલગ સરકારી દસ્તાવેજો કોઇને કોઇ કારણોસર અધુરા હોય છે જેમ કે, કોઇના પાનકાર્ડમાં નામમાં ફેરફાર હોય, ગાડી ચલાવતા હોવા છતાં કોઇપણ લાયસન્સ ન હોય, બેંકમાં ટર્નઓવર કરતા હોવા છતાં પાનકાર્ડ ન હોય, દુકાન ચલાવતા હોય પરંતુ શોપ એકટ લાયસન્સ ન હોય, લગ્ન કરેલ હોય પણ પ્રમાણપત્ર ન હોય, વિદેશ જવુ હોય પણ પાસપોર્ટ ન હોય આવી અનેક સમસ્યાઓ હાલ હિન્દુ લોકોમાં જોવા મળતી હોય છે. ત્યારે હિન્દુ સેનાએ ગંભીરતાથી ચિંતન કર્યા બાદ લોકોના સરકારી દસ્તાવેજો પુરા પાડતા ડોક્યુમેન્ટસ વિભાગની શરુઆત કરી છે. જેમાં પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, આધારકાર્ડમાં સુધારા-વધારા, પાસપોર્ટ, જીએસટી રજીસ્ટ્રેશન, જીએસટી રીટર્ન, ઇન્કમટેક્ષ રિટર્ન, પ્રોવિડન્ટ ફંડ, દસ્તાવેજો (ભાડા કરાર, પાર્ટનશીપ ડીડ વગેરે), ડિઝિટલ સિગ્નેચર, શોપ એકટ લાયસન્સ, ફૂડ લાયસન્સ, એકાઉન્ટીંગ, ઇ-વે બિલ, લગ્ન નોંધણી, જન્મ-મરણ દાખલો, ડ્રાઇવીંગ લાયસન્સ, અનેક યોજનાઓ તેમજ ઓનલાઇન થતાં બધા કામો હિન્દુ સેના દ્વારા પુરા કરાવી આપવાની શરુઆત કરી છે. જે લોકોએ પોતાના અધુરા સરકારી દસ્તાવેજો કે, ઓનલાઇનથી થતાં કામો તેમજ અન્ય સરકારી કામો માટે હિન્દુ સેના ડોક્યુમેન્ટસ વિભાગના જામનગર જિલ્લા ઇન્ચાર્જ મયૂર ચંદન (મો. 8866224567)નો સંપર્ક કરી દસ્તાવેજો પુરા કરવા હિન્દુ સેના મદદરુપ બની શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular