વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને જી-20નું યજમાન પદ મળ્યું છે. આ બી-20ની સૌ પ્રથમ બી-20 ઈન્સેપ્શન મીટ ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે. કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહયા હતા.
બી-20 ઈન્સેપ્શનના સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુ વિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જી-20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત બી-20 ઇન્સેપ્શન’ મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા રજૂ કરાયેલા ગુજરાત ની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને પ્રભાવિત થયા હતા.
આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં યોજાઇ રહેલી આ બી-20 ઈન્સ્પેશન બેઠકમાં વર્તમાન પડકારો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં હરિયાણા ટકાઉ ભાવિ માટે નેટઝીરો એનર્જી તરફ ગતિ કરવા તેમજ નવિનતાને પુન:જીવિત કરવાના વિચાર ઉપર ચર્ચા કરવામાં આવશે. સંપૂર્ણ સત્ર દરમ્યાન કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયેલ, રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયના ઉર્જામંત્રી ઉદ્યોગમંત્રી તથા આંતરરાષ્ટ્રિય બિઝનેસ એકસપર્ટસ પોતાના વકતવ્યો આપશે.