જામનગર શહેરના અનેક વિસ્તારોમાં નાતાલ પર્વની ધૂમધામભરી ઉજવણી જોવા મળી. શહેરના મુખ્ય માર્ગો સહીત અનેક સ્થળો પર સાન્તાક્લોઝના વેશમાં આવેલા યુવાઓએ બાળકોને ચોકલેટ, ગિફ્ટ અને મીઠાઈઓ વહેંચી નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.
રંગબેરંગી સજાવટ, ખુશીભર્યા ચહેરા અને મેરી ક્રિસમસના સંદેશાઓ સાથે શહેરભરમાં ઉત્સાહનું માહોલ છવાઈ ગયું હતું. ખાસ કરીને બાળકોમાં સાન્તાક્લોઝને જોઈને આનંદ અને ઉત્સુકતા જોવા મળી, જ્યારે માર્ગ પરથી પસાર થતાં લોકો પણ આ દૃશ્યોને નિહાળી ઉત્સવના રંગમાં રંગાઈ ગયા.
View this post on Instagram
નાતાલ પર્વની આ ઉજવણીએ જામનગર શહેરમાં પ્રેમ, આનંદ અને ભાઈચારેનો સંદેશ આપ્યો હતો, જેનાથી સમગ્ર શહેર ઉત્સવમય બની ગયું.


